જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ
જય સ્વામિનારાયણ
મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્
જય સ્વામિનારાયણ
પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ
જય સ્વામિનારાયણ
પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા
જય સ્વામિનારાયણ
દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ
જય સ્વામિનારાયણ
ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્
જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
જય સ્વામિનારાયણ
Aarti Guru Nanak AartiGuru Nanak Dev Ji AartiBaba Ki AartiGuru Nanak Jayanti AartiShabad Kirtan AartiGurbani AartiKripa AartiPunjabi Aarti
** आप अपना हर तरह का फीडबैक हमें जरूर साझा करें, तब चाहे वह सकारात्मक हो या नकारात्मक: यहाँ साझा करें।